- ઈન્ટરપોલે નકલી જારી કર્યુ ઓરેન્જ એલર્ટ
- ઈન્ટરપોલે 194 સભ્ય દેશોને વૈશ્વિક ચેતવણી આપી
- વૈશ્વિક નકલી વેક્સિનના માફિયા સક્રીય બની શકે છે એવી ચેતવણી ઈન્ટરપોલે જાહેર કરી
ઈન્ટરપોલે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
ઈન્ટરપોલની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ કહેર વર્તાવી રહ્યો છે, સાડા છ કરોડ લોકો અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણના શિકાર બની ચુક્યા છે અને પંદર લાખ કરતાં વધારે લોકોના જીવ કોરોના વાયરસ લઈ ચુક્યો છે. કોરોના વાયરસ થકી ઉભી થયેલી વૈશ્વિક મહામારી સામે વેક્સિન વિકસાવવા માટે સમગ્ર વિશ્વમાં સરકાર, ખાનગી કંપનીઓ તથા લેબોરેટરીમાં પ્રયાસો ચાલુ છે. આશરે 250 કરતા વધારે કોરોના વિરોધી વેક્સિન વિકાસના જુદા જુદા તબક્કામાં પહોંચી ચુકી છે. બ્રિટનમાં હજુ ગઈકાલે જ ફાઈઝર કંપનીની વેક્સિનને અપ્રુવલ આપી એના બીજા જ દિવસે ઈન્ટરપોલે આપેલી ચેતવણી ગંભીર છે.
શું કહ્યું ઈનટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગન સ્ટોકે
ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગન સ્ટોકે કહ્યું કે, ‘સરકારો વેક્સિન લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે ગુનાહિત સંગઠનો સપ્લાય ચેઈનમાં ભંગાણ પાડવાની તથા ઘુસણખોરી કરવાની યોજના બનાવી રહ્યા છે.’ આ ઉપરાંત ઈન્ટરપોલની વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે, ‘ ગુનાહિત નેટવર્ક્સ ધરાવતા લોકો ફેક વેબસાઇટ, ખોટી યુક્તિ પ્રયુક્તિઓ દ્વારા અસંદિગ્ધ લોકોને નિશાન બનાવવામાં આવી શકે છે જેનાથી લોકોના સ્વાસ્થ્ય અને જીવનને જોખમકારક હોઈ શકે છે. ઈન્ટરપોલના સેક્રેટરી જનરલ જોર્ગન સ્ટોકે પોતાના નિષ્કર્ષમાં કહ્યું કે, ‘કોવિડ 19 (Covid-19) વેક્સિન સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓ સામેનું આક્રમણ કેવું હોઈ શકે એને માટે શક્ય હોય તેવા કાયદાના અમલીકરણની દિશામાં તૈયારી કરવી જોઈએ. કોવિડ 19 (Covid-19) માટે પરિક્ષણ ખુબ જ અગત્યનો ભાગ છે ત્યારે અનધિકૃત તથા બનાવટી કોરોના ટેસ્ટ કીટનું ઉત્પાદન અને વિતરણ શરૂ થઈ શકે છે તથા કોવિડ 19 (Covid-19) વિરોધી વેક્સિનને લક્ષ્ય બનાવીને આંતરરાષ્ટ્રીય માફિયા કાર્યરત થઈ શકે છે.
ઓનલાઈન જોખમો વિશે ઈન્ટરપોલની ચેતવણી
કોરાના મહામારી દરમિયાન સમગ્ર વિશ્વમાં ઓનલાઈન વ્યવહાર વધી રહ્યા છે, ઓનલાઈન ખરીદીઓ વધી રહી છે એવું ચિત્ર ઉપસી આવે છે. આ વૈશ્વિક સ્તરે બદલાઈ રહેલી વેપાર વ્યવસ્થા જોતાં કોરોના વિરોધી વેક્સિન સામે આંતરરાષ્ટ્રીય માફિયા ઓનલાઈન વ્યવસ્થાને લક્ષ્ય બનાવી શકે છે. ઈન્ટરપોલે આ વિશે ચેતવણી આપી છે. ઈન્ટરપોલે ‘કોવિડ 19 (Covid-19) ને લગતી ઓનલાઈન છેતરપીંડીઓની માત્રા જોતા ઈન્ટરપોલે જાહેર સેવકો જેઓ તબીબી સાધનો તથા દવાઓ શોધવા માટે ઓનલાઈન જતા હોય છે તેમને ખાસ કાળજી રાખવાની સલાહ તથા ચેતવણી આપી છે. સંભવિત જોખમી ચીજોના ઓર્ડરો આપવા ઉપરાંત ઈન્ટરપોલના સાયબર ક્રાઈમ યુનિટ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં એવું બહાર આવ્યું છે કે દવા લાઈન તથા ફાર્મસી સાથે સંકળાયેલી વેબસાઇટ્સ ઉપર ગેરકાયદેસર દવાઓ તથા તબીબી ઉપકરણો વેચાવાની શક્યતા છે. ખાસ કરીને સાયબર ફિશીંગ, સ્પામ દ્વારા માલવેરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ઈન્ટરપોલની વેબસાઇટ ઉપર જણાવવામાં આવ્યું છે કે, ઓનલાઈન કૌભાંડનો ભોગ ન બનવું પડે તે માટે વિશેષ સાવચેત, સંશયશીલ તથા સલામત રહેવું જોઈએ કારણકે ખરેખર સાચી હોવાની ઓફર કરતી ચીજો દરેક વખતે સાચી હોય એવું પણ ન હોય તેથી કોવિડ 19 (Covid-19) સંબંધિત નવીનતમ માહિતી તથા સલાહ માટે હંમેશા જે તે દેશની રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થા તથા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) નો સંપર્ક કરવો જોઈએ.
[…] […]