Spread the love

• TOM & JERRY કાર્ટૂનનું આવી રહ્યું છે નવું મૂવી
• તા 17 નવેમ્બરનાં રોજ લોંચ થયું ટ્રેલર
• 2021માં આવશે TOM & JERRY નું મૂવી

કોઈ પણ વ્યક્તિ એવું નહી હોય જેણે TOM &JERRY કાર્ટૂન ન જોયું હોય. 1940માં શરૂ થયેલ આ કાર્ટૂનને 80 વર્ષ પુરા થઈ ગયાં છે પરંતુ તેની લોકપ્રિયતા આજે પણ એવી ને એવી જ છે. તેથી જ સમયાંતરે તેનાં નવાં એપિસોડ આવતાં હોય છે. પરંતુ આ વખતે TOM & JERRY કાર્ટૂનનાં ચાહાકો માટેની ખુશ ખબર છે કે Tom & Jerry નું નવું મૂવી નજીકનાં સમયમાં જ આવી રહ્યું છે.

Tom and Jerry

મૂવી અંગેની માહિતી

આ મૂવીના ટ્રેલર માં અમેરિકાની હોટલમાં tom & jerry મસ્તી કરતાં દેખાઈ રહ્યાં છે.Tom & jerry ના નવાં મૂવીનું ટ્રેલર 17 નવેમ્બર 2020નાં રોજ લોંચ થયું હતું અને લોંચ થતાં ની સાથે જ સોશ્યલ મીડિયા પર ખુબ શેર થયું છે.

રિલીઝ ડેટ

આ મૂવી ડિસેમ્બર 2020માં રિલિઝ થવાનું હતું પરંતુ કોરોના મહામારીનાં કારણે તેની રિલિઝ ડેટમાં ફેરફાર કરવામાં આવ્યાં હતાં. હવે આ મૂવી 5 માર્ચ 2021નાં રોજ અમેરિકામાં રિલિઝ થશે.


Spread the love