ગોધરામાંથી આજે NIA એ એક પાકિસ્તાની જાસુસને ઝડપી પાડ્યો હતો.
- પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કાર્ય કરતો હોવાનો દાવો
- NIA એ ઝડપી પાડ્યો
- સંવેદનશીલ સામગ્રી/માહિતી પાકિસ્તાન મોકલતો હોવાના અહેવાલ
NIA નું ઓપરેશન
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) એ આજે ગોધરામાંથી પાકિસ્તાન માટે જાસુસી કરતો શખ્સ ઝડપી પાડ્યો હતો.
પાકીસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કામ કરતો હતો એવો અહેવાલ
ગટેલી ઈમરાન તરીકે ઓળખવામાં આવેલો તથા સોમવારે ધરપકડ કરવામાં આવેલો શખ્સ કુખ્યાત પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે કામ કરતો હોવાના તથા જાસુસી કરીને વિગતો પાકિસ્તાન મોકલતો હોવાના મળ્યા હતા NIAને અહેવાલ.
NIAએ જણાવ્યું

સોમવારે ગટેલી ઈમરાનની ધરપકડ વિશે NIA એ જણાવ્યું હતું કે આ આંતરરાષ્ટ્રીય જાસુસી કાંડ સાથે સંબંધિત છે. જેમાં પાકિસ્તાની જાસુસોએ ભારતમાં તેમના એજન્ટોની ભરતી કરી છે. તેમણે ભારતના સંરક્ષણ સ્થાનો, વર્ગીકૃત માહિતી, નેવી સબમરીન, જહાજોની અવરજવર ની સંવેદનશીલ માહિતી પાકિસ્તાન પહોંચાડી છે. આ વિષય પર NIA હજુ વધુ તપાસ કરી રહી છે.