- હમણાંથી પાકિસ્તાનને દુનિયામાં દરેક દિશામાંથી જાકારો મળ્યો છે.
- મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનનો હાથ છોડી દિધો છે.
- આ વાત મગજ પર લાગી આવતા પાક રેલ મંત્રી ભાન ભૂલ્યા
કોણ છે આ રેલ મંત્રી
પાકિસ્તાનના રેલ મંત્રી શેખ રશીદ હંમેશાથી વિવાદિત નિવેદનો માટે જાણીતા છે. એમના નિવેદનો વિવાદાસ્પદ કરતા હાસ્યાસ્પદ વધુ હોય છે.
સુરક્ષા બાબતે પાકિસ્તાનના ગૃહમંત્રી અને આર્મી ચીફ કરતા આ રેલ મંત્રીના નિવેદનો વધુ આવતાં હોય છે. એમના લેટેસ્ટ નિવેદને તો હદ વટાવી છે.
શુ આપ્યું નિવેદન
પાકિસ્તાન રેલ મંત્રી શેખ રશીદે કાલે પોતાના નિવેદનમાં એવી વાત કરી દીધી કે બધી બાજુથી તેઓ મજાકને પાત્ર બન્યા છે. જો કે આ એમના માટે કંઈ નવું નથી.
એમણે નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાન પાસે એવા નાના અને કેલ્ક્યુલેટર પરમાણુ હથિયાર છે કે જે ભારતમાં ફિક્સ કરેલા ટાર્ગેટ પર જઈને ફૂટશે પણ ત્યાંના મુસલમાનોને નુકશાન નહિ કરે.
વધુમાં એમણે બફાટ કરતાં જોડયું કે એમની મારક ક્ષમતા પાકિસ્તાનથી ભારતના અસમ સુંધીની છે.