- કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસમાં પ્રશાંત ભૂષણને સુપ્રીમ કોર્ટે દોષી ઠેરવ્યા
- કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો, 20 ઓગસ્ટે થશે સજા પર સુનવણી
- પ્રશાંત ભૂષણ દ્વારા CJI અને સુપ્રીમ કોર્ટ પર કરાયેલ બે ટ્વીટ સંબંધિત છે આ મામલો
સુપ્રિમકોર્ટનો નિર્ણય

કોર્ટના અનાદરના કેસમાં સુપ્રિમકોર્ટે વિવાદિત વકીલ પ્રશાંત ભૂષણને દોષિત ઠેરવ્યા છે, જે ટ્વીટ્સ પ્રશાંત ભૂષણ દ્વારા કરાઈ હતી એને સુપ્રિમકોર્ટે ગંભીરતાથી લીધી છે. 20 ઓગસ્ટે થશે સજા પર સુનવણી.
3 ન્યાયમૂર્તિઓને બેન્ચે 5 ઓગસ્ટે આ કેસની સુનવણી પુરી કરી હતી અને પ્રશાંત ભૂષણને દોષિત માન્યા હતા. આ બેન્ચમાં ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા, ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ કૃષ્ણ મુરારીનો સમાવેશ કરાયો હતો. બેન્ચે કહ્યું હતું કે સજા પર સુનવણી પાછળથી કરાશે.
શુ હતો આ મામલો
CJI (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) એસએ બોબડે અને ચાર પૂર્વ CJI ને લઈને જે ટ્વીટ્સ પ્રશાંત ભૂષણ દ્વારા કરાઈ હતી એ વાંધાજનક હતી અને એને ગંભીરતાપૂર્વક લઈને સુપ્રિમકોર્ટે એમની વિરુદ્ધ અનાદરની કાર્યવાહી શરૂ કરી હતી અને પ્રશાંત ભૂષણને નોટિસ મોકલી હતી.
એ નોટિસમાં જવાબમાં ભૂષણે કહ્યું હતું કે CJI ની ટીકા સુપ્રિમકોર્ટેની ગરિમા ઓછી નથી કરતી.
હવે જોવાનું થાય છે કે 20 ઓગસ્ટે છેલ્લી સુનવણીમાં શુ સજા નક્કી કરાય છે પ્રશાંત ભૂષણ માટે.