- ભારતીય આર્ટીલરી વિભાગનો જન્મદિવસ
- ભારતીય તોપખાનુ (આર્ટીલરી) વિશ્વમાં બેજોડ છે.
- ભારતીય તોપખાનાનો ઈતિહાસ ઘણો જુનો છે.
- ભારતીય સેનાનું ધારદાર હથિયાર એટલે આર્ટીલરી રેજીમેન્ટ
Gunners’ Day : ભારતીય આર્ટીલરી વિભાગનો જન્મદિવસ
ભારતીય સેનાનો સૌથી બાહોશ ને તાકાતવર વિભાગ એટલે ભારતીય તોપખાના વિભાગ.( ઈન્ડિયન આર્ટીલરી) નો આજે સ્થાપના દિવસ છે. તોપખાના વિભાગના સૈનિકોને ગનર્સ તરિકે ઓળખવામાં આવે છે.. આ ગનરોના બહાદુરી ને પરાક્રમો શૌર્યને મહેનતને લીધે તોપખાનાને નવી દીશા મળી ને એક વૈવિધ્યપૂર્ણ શક્તિશાળી શાખા તરીકે ઉભર્યો… જે તોપખાનાના સોલ્જર્સ ગનર્સ ટીમના કારણે… એટલે જ ગઈકાલે ભારતીય તોપખાના વિભાગ આ દિવસને ગનર્સ ડે તરીકે ઉજવે છે.. આજે ભારતભરમાં જેટલી પણ તોપખાના વિભાગની બટાલિયનો છે તે આ દિવસ સેલિબ્રેટ કરે છે.
ભારતીય સેનાના તોપખાનાનો ઈતિહાસ
ભારતીય તોપખાનુ એ ભારતીય સેનાનું એક ભારેભરખમ સશસ્ત્ર દળ છે. આમ તો તોપખાનાના અસ્તિત્વમાં આવ્યાનો ઈતિહાસ ખુબ જ જુનો છે. આ બાબતે વિવિધ શોધકર્તાઓ ને ઈતિહાસકારોના મંતવ્ય જુદા જુદા રહ્યા છે. કોઈ જણાવે છે કે સન 1526માં સૌથી પહેલાં બાબરે તોપખાનાની શરુઆત અને ઉપયોગ કર્યો, કોઈ ના મંતવ્ય છે કે ટીપુ સુલતાન દ્વારા તોપખાનાની શોધ ને રચના કરવામાં આવી.
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તોપોનો સુનિયોજિત ઉપયોગ કર્યો
સન. 1748માં ઈસ્ટ ઈંડિયા કંપનીએ પોતાની સેનાને નાની તોપો વડે સુસજ્જ કરીને યુદ્ધોમાં ઉતારી પણ પાયદળના જવાનો પુરી રીતે તેમાં સક્ષમ ન નીવડ્યા અને આ તોપખાનાને ઘણી અડચણો અને અગવડતાઓ વેઠવી પડી.
સૌપ્રથમ વખત તોપખાનાની રચના
ઓગણીસમી શતાબ્દીમાં અંગ્રેજો દ્વારા એક અલગથી તોપખાના સંગઠનની રચના કરવામાં આવી. તેમાં તોપ ને તેના ગોળાબારુદના નવા ફીચર્સ વિકસિત કરી એ સંગઠનને સ્પેશિયલ તોપખાના માટે પ્રશિક્ષિત કરવામાં આવ્યું.
ફાઈવ બોમ્બે બેટરી એવું જુનુ નામ
બ્રિટિશ ભારતીય સેનાનુ પ્રથમ સ્વતંત્ર તોપખાનુ. જેની રચના સન.28 સપ્ટેમ્બર 1827ના કરવામાં આવી. તેને 5 bombay battery ફાઈવ બોમ્બે બેટરી નામ આપવામાં આવ્યું. જેણે 1839 થી 1842 દરમ્યાન પ્રથમ એંગ્લો અફઘાન યુદ્ધમાં ભાગ લઈને પોતાનુ પરચમ લહેરાવ્યો. ત્યારબાદ તોપખાનાનું મહત્વ સમજાયુ કે દુર્ગમ થી દુર્ગમ પહાડી પ્રદેશમાં કે વિશાળ રેતાળ રણ વિસ્તારમાં સૌથી સફળ છે.ને તેથી જ સમય અનુસાર ફેરફાર કરીને વધુ વિકસિત તથ સુગઠિત કરવામાં આવ્યુ.
આર્ટીલરી રેજીમેન્ટ નામકરણ
15 જાન્યુઆરી 1935માં વિવિધ પ્રકારના ફેરફાર બાદ નવગઠીત કરીને આર્ટીલરી રેજિમેન્ટ તરીકે નામથી અસ્તિત્વમાં આવી એ પહેલા તો તે રોયલ બ્રિટિશ બોમ્બર્સ, રોયલ વિક્ટોરિયા આર્ટીલરી વગેરે એવા નામોથી ઓળખાતું.
સ્વતંત્રતા બાદ રિસ્ટ્રક્ચર કરવામાં આવી
સન 1947ના ભારતના ભાગલા બાદ આ તોપખાનાની બટાલીયનોની ફરીથી ગોઠવણ કરવામાં આવી. સ્વતંત્રતા બાદ પુર્ણ ભારતીય સેના બની ત્યારબાદ આને ઈન્ડિયન આર્ટીલરી રેજીમેન્ટ તરીકે સ્થાપવામાં આવી.
મારકણા શસ્ત્રોથી સુસજ્જ આર્ટીલરી રેજીમેન્ટ
ખુબ જ લાંબા ઈતિહાસ બાદ રોજબરોજના પ્રયોગો અને પરિક્ષણો બાદ આજે ભારતીય સેના નાનકડી લાઈટ ગનથી લઈને આઈએનજી, 121 મોર્ટાર, વન થર્ટી, વન જીરો ફાઈવ, બોફોર્સ, ધનુષ, મલ્ટીરોકેટ્સ અને પીનાકા , સમર્ચથી લઈને પૃથ્વી, અગ્નિ, નિર્ભય જેવી વિવિધ મિસાઈલ ટેકનોલોજીથી સુસજ્જ છે.
વિશ્વમાં ભારતીય તોપખાનુ સૌથી આગળ
વિશ્વમાં ભારતીય સેના જરૂર ચોથા સ્થાને છે પરંતુ આજે વિશ્વના તમામ દેશોમાં ભારતીય તોપખાનુ સૌથી મોખરે છે. ભારતીય તોપખાનાને નામે કેટલાયે વિશ્વવિક્રમ પણ રહ્યા છે અને ભારતીય તોપખાનાએ સ્વતંત્રતા બાદ બધા જ યુદ્ધોમાં મહત્વની ભુમિકા ભજવી છે. જે તેના ખડતલ, બાહોશ, બહાદુર,પરાક્રમી ગનર્સ ટીમને આભારી છે.
આર્ટીલરી રેજીમેન્ટનુ સુત્ર
આર્ટીલરી રેજીમેન્ટ ‘સર્વત્રા ઈજ્જત ઓ ઈકબાલ’ એવું સુત્ર ધરાવે છે જેનો મતલબ છે “હર જગ્યાએ સન્માન ‘ને ગૌરવ સાથે. ”
193મો જન્મદિવસ મનાવ્યો
આમ, 28 સપ્ટેમ્બર 1827માં સ્થાપેલી આર્ટીલરી રેજીમેન્ટ આજે પોતાનો 193મો સ્થાપના દિવસ મનાવી રહી છે. ભારતીય તોપખાના વિભાગ સાથે જોડાયેલા તમામ ગનર્સને ગનર્સ ડેની શુભકામનાઓ.