- શક્તિ આરાધના તથા વંદનાનુ પર્વ
- ભારતીય સંસ્કૃતિનું વંદનીય પર્વ
- ઘટ સ્થાપના કરી જગદજનનીની આરાધના
આજથી શરૂ થઈ રહ્યું છે શક્તિ વંદનાનું પર્વ નવરાત્રી
જગતજનની જગદંબાની આરાધનાના મહાપર્વ સમાન શારદીય નવરાત્રી પર્વની આજથી શરૂઆત થઈ છે. વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય વસાહત છે ત્યાં ત્યાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે.
નવરાત્રી નવદુર્ગાની આરાધનાનું મહાપર્વ
નવરાત્રી દરમિયાન શક્તિ સ્વરૂપા જગતજનની મા જગદંબાના નવ સ્વરૂપોની પૂજા આરાધના કરવામાં આવે છે. નવરાત્રીના દરેક દિવસે નવદુર્ગાના નવ સ્વરૂપોમાંથી એક સ્વરૂપની પૂજા, આરાધના કરવામાં આવે છે.
નવરાત્રીના પ્રથમ દિવસે મા શૈલપુત્રીની આરાધના
નવદુર્ગાની આરાધનાના પર્વ નવરાત્રીના પ્રથમ દિવસે જગદંબા માં શૈલપુત્રીની આરાધના કરવાનું મહાત્મ્ય છે. માતા શૈલપુત્રી પર્વતરાજ, નગાધિરાજ હિમાલયના પુત્રી છે.
પર્વતાધિરાજ હિમાલય પુત્રી મા શૈલપુત્રી
નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની આરાધના કરવામાં આવે છે. મા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયના પુત્રી છે. નગાધિરાજ હિમાલયના પુત્રી હોવાને કારણે જ મા દુર્ગા પ્રથમ સ્વરૂપમાં ‘શૈલપુત્રી’ તરીકે ઓળખાય છે.
માતા શૈલપુત્રીનું સ્વરૂપ
માતા શૈલપુત્રી વૃષભ ઉપર બિરાજમાન છે તથા માતા શૈલપુત્રીના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ શોભાયમાન છે. ત્રિશૂળ શક્તિનું તથા કમળ સંસ્કાર, જ્ઞાન તથા ગુણોનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ દિવસે જગતજનની નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીની આરાધના કરવાનો અર્થ જીવનને શક્તિશાળી, સંસ્કારી, જ્ઞાનયુક્ત તથા ગુણોથી સમૃદ્ધ બનાવવા માટેની આરાધના કરવાનો જ હોઈ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવરાત્રીની શુભેચ્છાઓ પાઠવી શેર કર્યો વિડિયો
ॐ देवी शैलपुत्र्यै नमः॥
— Narendra Modi (@narendramodi) October 17, 2020
Pranams to Maa Shailputri on Day 1 of Navratri. With her blessings, may our planet be safe, healthy and prosperous. May her blessings give us strength to bring a positive change in the lives of the poor and downtrodden. pic.twitter.com/0iIMFx8cZz
જગતજનની જગદંબાની આરાધનાના મહાપર્વ શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી અને માતા શૈલપુત્રીની વંદનાનો વિડિયો ટ્વીટ કરીને શેર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નકોરડા ઉપવાસ કરે છે એ સર્વવિદિત છે.