સ્ટાર પ્લસ પર 2009થી ચાલતાં “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”માં લીડ રોલ ભજવતી જોડી કાર્તિક અને નાયરા એટલે કે મોહસીન ખાન અને શિવાંગી જોશી નું પ્રથમ મ્યૂઝિક વિડીયો “બારિશ” જેની તેમનાં ફેન્સ ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં તે રિલિઝ થઈ ગયું છે.
કેમેસ્ટ્રી
આ મ્યૂઝિક વિડીયો માં કાર્તિક અને નાયરા તરીકે પ્રસિદ્ધિ પામનારા મોહસીન ખાન અને શિવાંગી જોશીની કેમેસ્ટ્રીનો નવો અંદાજ જોવાં મળ્યો છે. તેઓની જોડી તેમની આ જ કેમેસ્ટ્રીના કારણે “યે રિશ્તા ક્યા કહેલાતાં હૈ” ના લીડ એક્ટર્સ કાર્તિક-નયારા તરીકે મશહુર થયાં છે.
ગીત ના શબ્દો અને સંગીત
આ ગીતમાં પાયલ દેવ અને સ્ટેબીન બેનનો અવાજ અપાયો છે તથાં ગીત નાં શબ્દો કૃણાલ વર્મા દ્વારા લખાયેલ છે તથાં તેને સંગીત આદિત્ય દેવ દ્વારા અપાયું છે. અને મોહસીન ખાન તથાં શિવાંગી જોશીની જોડી જોવાં મળી છે.
પોપ્યુલારિટી
રિલિઝ થતાં ની સાથેજ આ મ્યૂઝિક વિડીયો એ ઘણી પોપ્યુલારિટિ મેળવી લીધી છે. થોડાં સમય પહેલાં એવી ખબર આવી હતી કે શિવાંગી જોશી હવે થી “યે રિશ્તા ક્યા કહેલાતા હૈ” માં જોવાં નહીં મળે. આ સાંભળી કાર્તિક-નાયરા ના ફેન્સ માયુસ થયા હતાં. પરંતુ લોકડાઉંન ખૂલતાં “યે રિશ્તા ક્યા કહેલાતાં હૈ” ના સેટની ઘણી બધી તસ્વીરો સામે આવી છે. અને એ વાત નો પણ ખુલાસો થયો છે કે શિવાંગી જોશી જ નાયરા ના રોલ માં યથાવત રહેશે. તથાં આ મ્યૂઝિક વિડીયો તેમના ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.