- ઇતિહાસમાં અનોખો રેકોર્ડ, એક દિવસમાં ત્રણ સુપર ઓવર
- મુંબઈ અને પંજાબ વચ્ચે રમાયેલી બીજી સુપર ઓવરમાં પંજાબની જીત થઇ
- મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ અને પ્રથમ સુપર ઓવર ટાઇ થઇ હતી
ઇન્ડિયન પ્રીમિયર લીગના સુપરસંડેમાં પહેલો મુકાબલો નાઇટ રાઇડર્સ અને સનરાઇજર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. જ્યારે બીજો મુકાબલો રેકોર્ડ સર્જનારો રહ્યો. મુંબઈ ઇન્ડિયન્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે મેચ ટાઇ થઇ હતી. જેમાં બે સુપર ઓવર રમાઇ. મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે 6 વિકેટ પર 176 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબે પણ 6 વિકેટ પર 176 રન બનાવ્યા. મેચ ટાઇ રહી. ત્યાર બાદ સુપર ઓવરમાં બન્ને ટીમોએ 5-5 રન બનાવ્યા અને સુપર ઓવરમાં ટાઇ થઇ. બાદમાં મેચની બીજી સુપર ઓવરમાં મુંબઇએ 11 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબે ક્રિસ ગેલના છગ્ગા અને દીપક હુડ્ડાના ટ્રેન્ટ બોલ્ટ પર લગાવ્યા બે ચોગ્ગાના દમ પર મેચ પોતાના નામે કરી લીધી.
એક દિવસમાં ત્રણ સુપર ઓવર, અનોખો રેકોર્ડ
મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ ટાઇ થયા બાદ સુપર ઓવર પણ ટાઈ થઇ હતી. જેને લઇને બીજી સુપર ઓવર રમાઇ હતી. તો આ અગાઉની મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે પણ મેચ ટાઇ થઇ હતી અને તેનું સુપર ઓવરમાં પરિણામ આવ્યું હતું. કોલકાતા નાઇટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં માત આપી હતી. તેથી આજે ઇતિહાસમાં અનોખો રેકોર્ડ સર્જાયો છે. જેમાં એક જ દિવસમાં ત્રણ સુપર ઓવર રમાઇ છે.
મુંબઈ-પંજાબ વચ્ચે સુપર ઓવર પણ ટાઈ થઇ હતી
મુંબઈ અને પંજાબ વચ્ચે સુપર ઓવર મુકાબલો પણ ટાઈ રહ્યો હતો. પંજાબે પણ સુપર ઓવરમાં 5 રન બનાવ્યા હતા. મુંબઈને જીત માટે 6 રનનો ટારગેટ આપ્યો હતો. જોકે મુંબઈએ પણ સુપર ઓવરમાં 5 રન બનાવ્યા હતા. જેને લઇને સુપર ઓવર ટાઇ થઇ હતી. ત્યારબાદ ફરી એક વખત સુપર ઓવર રમાઇ હતી.
મુંબઈ અને પંજાબ વચ્ચે મેચ ટાઇ થઇ હતી
કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ ટાઇ થઇ હતી. જેને લઇને મેચ સુપર ઓવરમાં પહોંચી હતી. મુંબઇએ આપેલા 177 રનના ટારગેટના જવાબમાં કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા અને મેચ ટાઇ થઇ હતી. આજનો આ બીજો મુકાબલો છે જેમાં મેચ ટાઇ થઇ.