- CBIના હાથમાં કેસની તપાસ આવ્યા બાદ આવ્યા મોટા સમાચાર.
- કેસમાં એક પક્ષકાર બનવા માટે મોદી સરકારે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી.
- ઉદ્ધવ સરકાર સુશાંતના પરિવારને સહેજ પણ મદદ નથી કરી રહી એ વાત પણ દરેક જગ્યાથી સંભળાય છે.
ઇડી એ ૮:૩૦ કલાક કરી રિયાની પૂછપરછ
CBI ના હાથમાં જ્યારથી સુશાંતસિંહના અપમૃત્યુ કેસની તપાસ આવી છે ત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. ઇડીએ આ કેસ અંતર્ગત જ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ૧૫ કરોડની શંકાસ્પદ લેવડદેવડનો કેસ પણ નોંધ્યો છે.
કાલે જ આ કેસમાં રિયા પૂછપરછ માટે ઇડી સમક્ષ હાજર થઈ હતી. પૂછપરછ પુરા ૮:૩૦ કલાક ચાલી હતી. રિયા સાથે એના ભાઈ શોવિકાને પિતા ઇન્દ્રજીતને પણ પૂછપરછ માટે ઇડી ઓફીસ બોલાવાયા હતાં.
મોદી સરકાર સુશાંતના પરિવારની મદદ માટે આવી સામે
સુપ્રિમકોર્ટમાં કેન્દ્ર સરકારે સુશાંતના અપમૃત્યુ કેસમાં એક પક્ષકાર બનવા અરજી કરી છે. સુશાંતના પરિવારને ન્યાય અપાવવા હવે મોદી સરકાર સામે આવી છે.
જો કેન્દ્ર સરકાર આ કેસમાં પક્ષકાર બનશે તો સોલીસીટર જનરલ તુષાર મહેતા મોદી સરકાર તરફથી સુપ્રિમકોર્ટમાં દલીલો કરશે.
સુશાંત અપમૃત્યુ કેસમાં CBI ના જોઈન્ટ ડિરેકટર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પસંદગીના અધિકારી મનોજ શશીધર પોતે તપાસ કરી રહ્યા છે.