- સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ બનશે નવું સંસદભવન
- વર્તમાન સંસદભવનની બાજુમાં બનશે.
- આશરે 21 મહિનામાં બાંધકામ પુર્ણ થવાનો અંદાજ.
ભારતનું સંસદભવન નવું બનવા જઈ રહ્યું છે
ભારતનું સંસદભવન નવા ક્લેવરમાં સજ્જ થવા જઈ રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવું સંસદભવન બનાવવામાં આવશે. નવું સંસદભવન વર્તમાન સંસદભવનની બાજુમાં બનાવવામાં આવશે.
ચોમાસું સત્ર પુરું થતાં જ કાર્ય શરૂ થશે એવું મનાય છે
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) દ્વારા જણાવવામાં આવ્યું છે કે નવા સંસદભવનનો પ્રોજેક્ટ પૂર્ણ થાય ત્યાં સુધી જુના સંસદભવનમાં જ કાર્ય ચાલુ રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે વર્તમાન ચોમાસું સત્ર પુરું થતાં જ નવા સંસદભવનનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.
નવા સંસદભવનમાં બેઠકોની ક્ષમતા
એવું માનવામાં આવી રહ્યું છે કે નવા સંસદભવનમાં સાંસદોને બેસવા માટે 900 બેઠકોની ક્ષમતા હશે જ્યારે સંયુક્ત સત્ર વખતે 1350 સાંસદો બેસી શકે તેટલી બેઠકોની ક્ષમતા હશે. જુલાઈ 2022 માં યોજાનાર ચોમાસું સત્ર નવા સંસદભવનમાં યોજાય એવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ
સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ નવા સંહદભવનનુ નિર્માણ કરવામાં આવશે. નવા સંસદભવનનો નિર્માણ ખર્ચ આશરે 889 કરોડ રૂપિયા થશે એવું અનુમાન કરવામાં આવ્યું છે. નવું સંસદભવન વર્તમાન સંસદભવનની બાજુમાં પાર્લામેન્ટ હાઉસ એસ્ટેટના 118 નંબરના પ્લોટ પર નિર્માણ કરવામાં આવશે. સંપૂર્ણ પ્રોજેક્ટ આશરે 21 મહિનામાં પૂર્ણ થવાનું અનુમાન છે.
ટાટા પ્રોજેક્ટ્સને મળ્યો નવું સંહદભવન નિર્માણ કરવાનો કોન્ટ્રાક્ટ
નવા સંસદભવનના નિર્માણ પ્રોજેક્ટ માટે કુલ 7 કંપનીઓએ બોલી લગાવી હતી જેમાં ટાટા પ્રોજેક્ટ્સ 861.90 કરોડ રૂપિયાની બોલી લગાવીને કોન્ટ્રાક્ટ મેળવવામાં સફળ થઈ હતી. લાર્સન એન્ડ ટુબ્રો લિ. એ 865 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી.
ટાટા પ્રોજેક્ટ્સ સાથે અન્ય 7 કંપનીઓએ કરી હતી બીડ
કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (CPWD) ના ઓનલાઈન નિવિદા પોર્ટલ અનુસાર 7 કંપનીઓએ નવા સંસદભવનના નિર્માણ પ્રોજેક્ટ માટે પોતાની બોલી લગાવી હતી. જેમાં ટાટા પ્રોજેક્ટ્સ લિ., લાર્સન એન્ડ ટુબ્રો લિ., આઈટીડી સિમેન્ટેશન ઈન્ડિયા લિ., શાપૂરજી પાલોનજી એન્ડ કંપની પ્રા. લિ., પીએસપી પ્રોજેક્ટ્સ લિ., એનસીસી લિ. તથ ઉત્તર પ્રદેશ રાજકીય નિર્માણ નિગમ લિ. સામેલ હતી.