- આજથી જ લાગુ થશે નવું ટેક્સ પ્લેટફોર્મ
- નવા પ્લેટફોર્મ પર ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્ષપેયર ચાર્ટરની જોગવાઈ
- પ્રધાનમંત્રીએ કહ્યું કરદાતાઓને શંકાની નજરે જોવાનું બંધ કરવું પડશે
નવા ટેક્સ રીફોર્મનું મુખ્ય વાતો
ભારતમાં ઘણાં લાંબા સમય બાદ ટેક્સ રીફોર્મ પર કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમન અને રાજયમંત્રી અનુરાગ ઠાકુરની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાઈવ વિડીયો કોંફરન્સમાં “પારદર્શી કરાધાન – ઇમાનદારને સન્માન” નામના એક નવા ટેક્સ પ્લેટફોર્મનું લોકાર્પણ થયું.
આ પ્લેટફોર્મ પર ફેસલેસ અસેસમેન્ટ, ફેસલેસ અપીલ અને ટેક્સપેયર ચાર્ટર જેવા ખૂબ મોટા રીફોર્મ છે. જેમાંથી ફેસલેસ અસેસમેન્ટ અને ટેક્સપૅયર ચાર્ટર આજથી જ લાગુ થઈ ગયા છે.
જ્યારે ફેસલેસ અપીલની સુવિધા ૨૫ સપ્ટેમ્બર એટલે કે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસથી દેશભરમાં લાગુ થશે.
પ્રધાનમંત્રીએ શું કહ્યું
પ્લેટફોર્મના લોકાર્પણમાં પોતાના સંબોધનમાં મોદીજીએ કહ્યું કે ઈમાનદાર કરદાતાઓ દેશના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. દેશના ઈમાનદાર કરદાતાઓનું જીવન જેટલું સરળ બનશે એટલો ફાયદો રાષ્ટ્રના નિર્માણને થશે.
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે, એક સમયે દેશમાં રીફોર્મ્સની ખૂબ વાતો થતી. મજબૂરીઓ અને દબાણને વશ થઈને જે નિર્ણયો લેવામાં આવતા એને રીફોર્મમાં ખપાવી દેવામાં આવતાં. પરંતુ હવે દેશમાં આ દિશામાં અભિગમ બદલાયો છે.
પ્રધાનમંત્રી વ્યક્ત કરી પોતાની ચિંતા
इन सारे प्रयासों के बीच बीते 6-7 साल में इनकम टैक्स रिटर्न भरने वालों की संख्या में करीब ढाई करोड़ की वृद्धि हुई है।
— PMO India (@PMOIndia) August 13, 2020
लेकिन ये भी सही है कि 130 करोड़ के देश में ये अभी भी बहुत कम है।
इतने बड़े देश में सिर्फ डेढ़ करोड़ साथी ही इनकम टैक्स जमा करते हैं: PM @narendramodi
પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આપણાં ૧૩૫ કરોડની વસ્તી વાળા દેશમાં ૬-૭ વર્ષની મહેનત બાદ પણ માત્ર ૨.૫ કરોડ નવા નાગરિકો જ ઈમાનદારીથી ટેક્સ ભરતા થયા છે એ ચિંતાની વાત કહેવાય.
આ નવા ટેક્સ રીફોર્મને કારણે વધુમાં વધુ નાગરિકો ટેક્સ ભરતા થાય અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનો ફાળો આપે એવી અપીલ પ્રધાનમંત્રીએ કરી છે.