Spread the love

  • સિંહ બિલાડ કુળનું સૌથી મોટું તથા શક્તિશાળી પ્રાણી છે

  • વિશ્વ સિંહ દિવસની શરૂઆત લગભગ 2013 માં થઈ.

  • વિશ્વ સિંહ દિવસ એ ડેરેક અને બેવર્લીનું માનસ સંતાન ગણાય છે.



આજે વિશ્વ સિંહ દિવસ છે. ત્યારે આપણે ગુજરાતી તથા ગુજરાત ખરેખર ભાગ્યશાળી છીએ કે સમગ્ર એશિયામાં સિંહ આપણે ત્યાં જ છે.


સિંહનો ઈતિહાસ


ત્રણેક મિલિયન વર્ષ પહેલાં સિંહ સમગ્ર આફ્રિકા તથા એશિયા યુરોપ ખંડમાં વિહાર કરતા હતા. સિંહોનો શિકાર થવાને કારણે તથા વન્ય વિસ્તારમાં ઘટાડો થવાને કારણે સિંહોની વસ્તી તથા વિસ્તાર પણ ઘટતો ગયો છે છેવટે આફ્રિકામાં થોડાક વિસ્તારમાં તથા એશિયામાં માત્ર ગુજરાતમાં સાસણગીરના જંગલમાં જ બચ્યા.


સિંહનું વૈજ્ઞાનિક નામ


સિંહ મુળ બિલાડ કુળનું પ્રાણી ગણાય છે. સિંહનું સાયન્ટિફીક નામ પેન્થેરા લિઓ (Panthera leo) છે. સિંહનું વજન 300 થી 500 પાઉન્ડ જેટલું હોય છે.


સમગ્ર વિશ્વમાં સિંહની જુદી જુદી પ્રજાતિ




વિશ્વમાં આમ તો સિંહ પાછાં જુદી જુદી 8 પ્રજાતિનાં છે.


  • 1. એશિયાટિક સિંહ

  • 2. વેસ્ટ આફ્રીકન સિંહ

  • 3. સાઉથ વેસ્ટ આફ્રીકન સિંહ

  • 4. બારબરી સિંહ

  • 5. ઈથોપિયન સિંહ

  • 6. ટ્રાન્સવાલ સિંહ

  • 7. કોંગો સિંહ

  • 8. મસાઈ સિંહ

free counter
visitor counter

સિંહ ખુંખાર નહી ખાનદાની પ્રાણી




સિંહને ખુંખાર શિકારી ના ગણવા જોઈએ એ નિહાયત ખાનદાન પ્રાણી છે, જ્યાં સુધી સિંહને પોતાનાં જીવનનું જોખમ ન જણાય ત્યાં સુધી કદી હુમલો કરતો નથી. જ્યાં સુધી ભુખ ન લાગે ત્યાં સુધી શિકાર પણ કરતો નથી. એને એવું લાગે કે મનુષ્ય એની ઉપર હુમલો કરશે તો જ સામે થી હુમલો કરે છે.


લુપ્તપ્રાય થવાની અણી પર આવેલું પ્રાણી


વિશ્વના અનેક સંશોધકો એવું માને છે તથા સિંહોની ઘટતી જતી સંખ્યા જોતા એવું ચોક્કસ લાગે છે કે જો વર્તમાન ઝડપથી સિંહોની સંખ્યા ઘટશે તો થોડા જ વર્ષોમાં સિંહ પૃથ્વી પરથી લુપ્તપ્રાય થઈ જશે. આજે વિશ્વમાં સિંહોની વસ્તી આશરે 30,000 થી 1,00,000 જેટલી જ બચી છે એવું સંશોધકોનું કહેવું છે. જોકે ગુજરાત એક એવું સ્થળ છે જ્યાં સતત સિંહોની સંખ્યા વધતી રહી છે.


શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઉલ્લેખ


ભગવાન શ્રીકૃષ્ણ એ પણ પોતાના વૈશ્વિક ઉપદેશ શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં 10 મા અધ્યાય નાં 30 મા કહ્યું છે કે,


मृगाणां च मृगेन्द्रोऽहं


અર્થાત્ “પશુઓમાં હું સિંહ છું.”


ભાગ્યશાળી આપણું ગુજરાત


જંગલ નો રાજા,


ડાલામથ્થો,


કેસરી,


ગીર નો રાજા


આવાં વ્હાલા લાગે એવાં નામ ધરાવે છે આપણો ગીર નો સિંહ.


સમગ્ર એશિયા ખંડમાં માં સિંહ માત્ર ગુજરાતના સાસણમાં જ બચ્યા છે.



Spread the love
Avatar photo

By Parth Solanki

The founder and Chief Project manager of "devlipinews.com" is Parth Solanki Hello readers, It's me Parth. I hope your reading well and getting some good amount of knowledge from our website. our intention is to give good amount of knowledge that being useful for you so keep reading a website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *