- લંડનથી પરત ફરેલ ડોક્ટર સાથે મેરઠમાં છેતરપિંડી
- બન્ને મૌલવીની ધરપકડ
- કથિત “અલાદ્દીન કા ચિરાગ” ને પણ કબજે લેવાયો
ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી છેતરપિંડીની બીજી એક ઘટના સામે આવી છે. બે શખ્સો કે જેઓ મૌલવી હતા એમણે લંડનથી પરત ફરતા ડોક્ટરને 2.5 કરોડ રૂપિયાની “અલાદ્દીન કા ચિરાગ” વેચીને છેતરપિંડી કરી હતી, અને વચન આપ્યું હતું કે તે તેની તમામ ઇચ્છાઓને પૂરી કરી શકે છે.
આ બનાવ શહેરના બ્રહ્મપુરી પોલીસ સ્ટેશન હેઠળ ખૈરનગર વિસ્તારમાં બન્યો હતો. ડોકટર લાઇક ખાન કે જે પીડિત છે એમણે સામેથી પોલીસનો સંપર્ક કર્યો હતો.
2018 માં, સમીના નામની એક દર્દી ડોક્ટરના સંપર્કમાં આવી હતી, બાદમાં, તેના ઓપરેશન બાદ ડોકટર ડ્રેસિંગ માટે તેના ઘરે વારંવાર આવવાનું શરૂ કરે છે.
આ પછી, મૌલવી અને તેના મિત્રએ ડોક્ટરને ‘અલાદિન કા ચિરાગ’ આપવાનું વચન આપ્યું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે, બંને આરોપીઓ તેને ઘણીવાર ચિરાગથી નીકળતું ‘જિન્ન’ બતાવતાં હતા.
ડોક્ટરે કહ્યું કે તે મહિલાના ઘરે ઇસ્લામદ્દીન નામના મૌલવીને મળ્યો હતો. મૌલવીએ તેની જાદુઈ શક્તિઓ વિશે મોટાં વચનો આપ્યા. બાદમાં, ઇસ્લામુદ્દીને ડોક્ટરને અબજોપતિ બનાવવાની ખાતરી આપી.
આ પછી, મૌલવી અને તેના મિત્રએ ડોક્ટરને ‘અલાદિન કા ચિરાગ’ આપવાનું વચન આપ્યું હતું. ડોક્ટરના કહેવા પ્રમાણે, બંને આરોપીઓ તેને ઘણીવાર ચિરાગથી નીકળતું ‘જિન્ન’ બતાવતાં હતા.
જ્યારે પણ ડોક્ટર મૌલવીને ચિરાગ તેના ઘરે લઈ જવા કહેતો, ત્યારે તેઓએ તેને ડરાવીને કહ્યું કે જો તે “અલાદ્દીન કા ચિરાગ” ને સ્પર્શ કરશે તો તેની સાથે ખરાબ ઘટનાઓ ઘટશે.
પાછળથી, ડોક્ટરને સમજાયું કે જીન બીજો કોઈ નહીં પણ તેના દર્દી સમિનાનો પતિ ઇસ્લામદ્દીન હતો.
ડોક્ટરે કહ્યું કે આરોપીએ તેને ‘અલાદ્દીન કા ચિરાગ’ વેચવા બદલ કુલ રૂ 2 કરોડની છેતરપિંડી કરી હતી. તેણે આ પૈસા હપ્તામાં ચૂકવ્યા હતાં.
ત્યારબાદ ડોક્ટરે આ અંગે મેરઠ પોલીસ અધિક્ષક (એસએસપી) નો સંપર્ક સાધ્યો હતો અને આરોપીની ધરપકડ માટે તેમની મદદ માંગી હતી.
બ્રહ્મપુરી સર્કલ ઓફિસર (સીઓ) અમિત રાયે જણાવ્યું હતું કે તેઓએ ઈસ્લામુદ્દીન અને તેના મિત્ર અનીસ નામના બે શખ્સની છેતરપિંડી કરવાના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસ મહિલાને પકડવા પ્રયાસો પણ કરી રહી છે.