અમરેલીના એસપી દ્વારા ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે કે આરોગ્ય વિભાગને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા મળતી રકમ વિશે ખોટી માહિતી ફેલાવનારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલી એસપીની ટ્વીટ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઈ રહેલા એવા મેસેજ સામે છે જેમાં આરોગ્ય વિભાગને પ્રત્યેક કોરોનાના દર્દી દીઠ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા 1.5 લાખ મળી રહ્યા છે એવી અફવા ફેલાવવામાં આવી રહી છે.
આઈટી એક્ટ અંતર્ગત પગલા લેવાશે
અમરેલી એસપીની ટ્વીટમાં સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પ્રકારની અફવા ફેલાવનાર સામે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ (આઈટી એક્ટ) ની કલમ 505 મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
WHO દ્વારા આરોગ્ય વિભાગને કોરોનાના દર્દી દીઠ રૂ. ૧.૫ લાખ અપાય છે એ વાત તદ્દન ખોટી છે. આવી અફવા ફેલાવનાર વિરૂદ્ધ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી એક્ટ અને IPC એકટની કલમ – ૫૦૫ મુજબ ગુન્હો દાખલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
— SP AMRELI (@SP_Amreli) September 12, 2020