National Herald
Spread the love

નેશનલ હેરાલ્ડ (National Herald) મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક મોટી કાર્યવાહી કરતા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌમાં પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ બાદ કરવામાં આવી છે જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર આરોપો લગાવવામાં આવ્યા હતા.

નેશનલ હેરાલ્ડ (National Herald) મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. ED એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) ની જોડાયેલ મિલકતોનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 11 એપ્રિલ, 2025 ના રોજ, ED એ દિલ્હી, મુંબઈ અને લખનૌના પ્રોપર્ટી રજિસ્ટ્રારને નોટિસ પાઠવી છે.

આ ઉપરાંત, મુંબઈના હેરાલ્ડ હાઉસ ખાતે બિલ્ડિંગના 7મા, 8મા અને 9મા માળના ભાડુઆત જિંદાલ સાઉથ વેસ્ટ પ્રોજેક્ટ્સ લિમિટેડને પણ નોટિસ મોકલવામાં આવી છે. તેમણે હવે માસિક ભાડું ED ને જમા કરાવવું પડશે.

નેશનલ હેરાલ્ડ (National Herald) કેસમાં ઈડીની કાર્યવાહી

કેન્દ્રીય એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે દિલ્હીના ITO સ્થિત હેરાલ્ડ હાઉસ, મુંબઈના બાંદ્રા વિસ્તારમાં આવેલા પરિસર અને લખનૌના બિશેશ્વર નાથ રોડ પર AJL બિલ્ડીંગમાં પરિસર ખાલી કરવા માટે નોટિસ ચોંટાડવામાં આવી હતી. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ (8) અને નિયમ 5(1) હેઠળ કરવામાં આવી છે.

ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કરી હતી ફરિયાદ

ED ની તપાસમાં જાણવા મળ્યું કે આ કેસમાં લગભગ 988 કરોડ રૂપિયાનું કાળા નાણાની કમાણી કરવામાં આવી હતી. આ કારણોસર, 20 નવેમ્બર, 2023 ના રોજ, AJL ની સંપત્તિ અને શેર જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત લગભગ 751 કરોડ રૂપિયા છે. આ કાર્યવાહીને હવે 10 એપ્રિલ 2024 ના રોજ અધિકૃત અદાલત દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

નેશનલ હેરાલ્ડ નો (National Herald) આ સમગ્ર મામલો ડૉ. સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદથી શરૂ થયો હતો, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને તેમના સહયોગીઓએ માત્ર 50 લાખ રૂપિયા આપીને AJLની 2000 કરોડ રૂપિયાની મિલકત હડપ કરી લીધી હતી.

તપાસમાં થયો ખુલાસો

તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે નકલી દાન, ખોટા ભાડા અને નકલી જાહેરાતો દ્વારા 85 કરોડ રૂપિયાથી વધુ રકમની ઉચાપત કરવામાં આવી હતી. હવે ED એ આ મિલકતોનો કબજો લેવા માટે નોટિસો ચોંટાડી દીધી છે અને તેનો કબજો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

નેશનલ હેરાલ્ડ એજેએલ દ્વારા પ્રકાશિત થાય છે અને યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડની માલિકીનું છે. કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી યંગ ઇન્ડિયનના બહુમતી શેરધારકો છે, દરેક પાસે 38 ટકા શેર છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *