સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) હાંસલ કરવા તરફ પ્રગતિ માટે 167 દેશોમાં એસડીજીની (SDG) યાદીમાં ભારત પ્રથમ વખત ટોચના 100 દેશોમાં સ્થાન મેળવ્યું છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
યુનાઇટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્કના 10મા અને નવીનતમ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ રિપોર્ટ (SDR) અનુસાર, ભારતે 67 પોઈન્ટ મેળવીને 2025 એસડીજી ઈન્ડેક્સમાં 99મું સ્થાન મેળવ્યું છે, જ્યારે ચીન 74.4 પોઈન્ટ સાથે 49મું અને યુએસ 75.2 પોઈન્ટ સાથે 44મું સ્થાન મેળવ્યું છે.

ભારત 2025 એસડીજી ઈન્ડેક્સ 2025માં (SDG Index 2025) 99મા સ્થાને
ભારતે 67 પોઈન્ટ મેળવીને 2025 એસડીજી ઈન્ડેક્સમાં (SDG Index) 99મું સ્થાન મેળવ્યું છે. ભારતે એસડીજી ઈન્ડેક્સમાં (SDG Index) અગાઉ 2024માં 109મું સ્થાન, 2023માં 112મું સ્થાન, 2022માં 121મું સ્થાન, 2021માં 120મું સ્થાન, 2020માં 117મું સ્થાન, 2019માં 115મું સ્થાન, 2018માં 112મું સ્થાન અને 2017માં 116મું સ્થાન મેળવ્યું હતું.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
ભારતના પડોશી દેશોમાં, ભૂટાન 70.5 પોઈન્ટ સાથે 74મું સ્થાન, નેપાળ 68.6 પોઈન્ટ સાથે 85મું સ્થાન મેળવ્યું છે. જ્યારે બાંગ્લાદેશ 63.9 પોઈન્ટ સાથે 114મું સ્થાન અને પાકિસ્તાન 57 પોઈન્ટ સાથે 140મું સ્થાન ધરાવે છે. ભારતના દરિયાઈ પડોશીઓ માલદીવ અને શ્રીલંકા અનુક્રમે 53મા અને 93મા સ્થાન પર છે.
India ranks 99th in the 2025 UN SDG Index, entering the top 100 for the first time—even as global SDG progress slows.
— Outlook Business (@outlookbusiness) June 25, 2025
Read more: https://t.co/1Ys95fFy7j#SDG2025 #IndiaDevelopment #UNReport #SustainableDevelopment
અહેવાલના લેખકોએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિ અટકી ગઈ છે. 2015માં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો દ્વારા અપનાવવામાં આવેલા 17 ધ્યેયોમાંથી માત્ર 17 ટકા જ 2030 સુધીમાં પ્રાપ્ત થશે. આ અહેવાલના મુખ્ય લેખક વિશ્વ વિખ્યાત અર્થશાસ્ત્રી જેફરી સૅક્સ છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘વિશ્વના ઘણા ભાગોમાં ટકાઉ વિકાસ લક્ષ્યોની પ્રગતિમાં સંઘર્ષો, માળખાકીય ખામીઓ અને મર્યાદિત ભંડોળ અવરોધરૂપ છે.

યુરોપિયન દેશો, ખાસ કરીને નોર્ડિક રાષ્ટ્રો, ટકાઉ વિકાસ લક્ષ્યો સૂચકાંકમાં ટોચ પર છે, જેમાં ફિનલેન્ડ પ્રથમ, સ્વીડન બીજા અને ડેનમાર્ક ત્રીજા ક્રમે છે. ટોચના 20 દેશોમાંથી કુલ 19 યુરોપના છે. આ દેશોએ આબોહવા અને જૈવવિવિધતા સંબંધિત ઓછામાં ઓછા બે ધ્યેયો પ્રાપ્ત કરવામાં પણ નોંધપાત્ર પડકારોનો સામનો કરવો પડે છે.

લેખકોએ જણાવ્યું હતું. પૂર્વ અને દક્ષિણ એશિયાએ 2015 થી SDG પ્રગતિના સંદર્ભમાં અન્ય તમામ વૈશ્વિક પ્રદેશો કરતાં વધુ પ્રદર્શન કર્યું છે, જેનું મુખ્ય કારણ ઝડપી સામાજિક-આર્થિક વિકાસ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
