રીલ (Reel) અને વિડીયોના માધ્યમથી ઝડપથી ફેમસ થઈ જવાની ઘેલછા ભારે પડી જતી હોય છે. વર્તમાન સમય એવો છે કે લોકો ફેમસ થવા માટે કંઈ પણ કરી રહ્યા છે. આ ફેમસ થવાની ઘેલછાને પરિણામે ક્યારેક કરૂણ ઘટનાઓ બની જતી જોવા મળે છે. આજકાલ અનેક એવા વિડીયો, રીલ (Reel) વાયરલ થતા જોવા મળે છે જેનાથી ફેમસ થઈ જવાય છે એને કારણે લોકો જોખમ લઈને પણ રીલ (Reel) કે વિડીયો બનાવતા જોવા મળે છે. હમણા એક વિડીયો, રીલ (Reel) વાયરલ છે તે જોતા હવે લોકોએ વધારે સજાગ થવાની આવશ્યકતા દેખાઈ રહી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
કેમેરા ધરાવતા મોબાઈલ (Mobile) અને ઈન્ટરનેટના (Internet) આગમન બાદ પ્રવાસના સ્થાનોના ફોટા પાડવા અને વિડીયો રેકોર્ડ કરવા સામન્ય થઈ ગયું છે. હવે નાના વિડીયો (Video) જેને રીલ કહેવાય છે તેના દ્વારા ફેમસ (Famous) થવાનો દોર ચાલ્યો જે ઘાતક બનતો જઈ રહ્યો છે. રીલ (Reel) બનાવીને વાયરલ કરવી અને ફેમસ થવું આ બાબત વધારે આગળ વધતા ગાંડપણની હદ વટાવી રહી છે.

આ જ કારણ છે કે લોકો વિચાર્યા વગર ગમે ત્યાં સ્ટંટ કરવાનું શરૂ કરી દેતા જોવા મળી રહ્યા છે. આ વાયરલ રીલ, વીડિયો જોતા જણાય છે કે રીલ બનાવવાની ઘેલછા કેટલી મોંઘી સાબિત થઈ, જેને જોઈને લોકો કહી રહ્યા છે કે હવે પછી રીલ બનાવતી વખત સો વખત વિચાર કરશે.

રીલ (Reel) બનાવવી બની જોખમી
વાયરલ વીડિયો (Viral Video) રીલમાં જંગલની વચ્ચે એક નાનકડી પરંતુ પાણીના વેગવાન પ્રવાહ ધરાવતી નદીના બે કિનારા વચ્ચે એક ઝાડના જાડા લાકડાથી બનાવેલા પુલ જેવી જગ્યાએ યુવતી (Girl) સ્ટંટ (Stunt) કરી રહી છે. વાયરલ રીલમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નાની નદી (River) ઝડપી પ્રવાહ સાથે વહી રહી છે જેનો અવાજ પણ આવી રહ્યો છે.

યુવતી નદીના કિનારા વચ્ચે મુકેલા લાકડા ઉપર રીલ બનાવવા માટે સ્ટંટ કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન તે લાકડા ઉપરથી સંતુલન ગુમાવી દે છે અને સીધી નીચે પાણીમાં પડી જાય છે. લાકડા ઉપરથી નદીમાં પટકાતી યુવતી નદીના પાણીના પ્રવાહમાં એટલે દૂર વહી જાય છે કે વિડીયોની ફ્રેમની બહાર નીકળી જાય છે.
रील का ऐसा जूनून है कि अपनी जान की भी परवाह नहीं है। pic.twitter.com/8oylzDCgsL
— Rupali (@Rupeshk14829210) May 7, 2025
આ વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રીલ અનેક લોકોએ જોઈ અને રીલમાંની ઘટના ઉપર ટિપ્પણી કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું કે સોશ્યલ મીડિયાના ઝનુનમાં લોકો ક્યારેક પોતાની સુરક્ષાની પણ ચિંતા કરતા નથી.
અન્ય એક યુઝરે લખ્યું કે જીવન જોખમમાં ન નાખવું જોઇએ, અન્ય એક યુઝરે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રીલ્સના ચક્કરમાં યુવાનો પાગલ થઈ ગયા છે. આ ઉપરાંત અન્ય યુઝર્સે પણ ટિપ્પણી કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

[…] થઈ જતા હોય છે. આવા ફેમસ થઈ જવા માટે રીલ (Reel) બનાવવાના ચક્કરમાં અનેક લોકોએ જીવ […]