AIMPLB
Spread the love

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) અરજી દાખલ કરી છે. બોર્ડે કોર્ટ પાસે માંગ કરી છે કે ઉમીદ પોર્ટલને પોર્ટલ (UMEED Portal) સસ્પેન્ડ કરવામાં આવે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક રિટ અરજી દાખલ કરી છે જેમાં વક્ફ એક્ટ 2025 ને (Waqf Act 2025) પડકારતી અરજીઓ પર સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉમીદ પોર્ટલને (UMEED Portal) સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. બોર્ડે (AIMPLB) કોર્ટને વિનંતી કરી છે કે કાં તો પોર્ટલ (UMEED Portal) પર પ્રતિબંધ મૂકવામાં આવે અથવા કેન્દ્ર સરકારને (Central Government) તેનું જાહેરનામું પાછું ખેંચવાનો નિર્દેશ આપવામાં આવે. બોર્ડે (AIMPLB) આ પગલાને “ગેરકાયદેસર” અને “કોર્ટનો તિરસ્કાર” ગણાવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

બોર્ડના (AIMPLB) રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ. એસ.ક્યુ.આર. ઈલ્યાસે જણાવ્યું હતું કે વારંવાર અપીલ કરવા છતાં, સરકારે 6 જૂને ઉમીદ પોર્ટલ (UMEED Portal) શરૂ કર્યું અને વકફ મિલકતોની (Waqf Properties) નોંધણી ફરજિયાત બનાવી કરી દીધી છે.

લો બોર્ડે (AIMPLB) કોર્ટમાં દાખલ કરી અરજી

ઈલ્યાસે કહ્યું કે, “આ મુતવલ્લીઓ પર ગેરકાયદેસર દબાણ લાવે છે અને સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) માંગવામાં આવતી રાહતોને અસર કરે છે.” બોર્ડે (AIMPLB) પોર્ટલમાં (UMEED Portal) અનેક કાનૂની અને બંધારણીય ખામીઓ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે વકફ એક્ટ 2025 (Waqf Act 2025) પહેલાથી જ સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સમીક્ષા હેઠળ છે અને મુસ્લિમો, વિપક્ષી પક્ષો, માનવ અધિકાર સંગઠનો, તેને નાગરિક સમાજ અને શીખ અને ખ્રિસ્તીઓ સહિત અન્ય લઘુમતી સમુદાયો દ્વારા નકારી કાઢવામાં આવ્યો છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ (Supreme Court) વકફ એક્ટ 2025 ની (Waqf Act 2025) માન્યતા પર નિર્ણય ન લે ત્યાં સુધી પોર્ટલનું (UMMEED Portal) સંચાલન બંધ કરવામાં આવે અથવા સૂચના પાછી ખેંચવામાં આવે.

બોર્ડ વકફ એક્ટમાં કરવામાં આવેલા સુધારાના વિરોધમાં

તાજેતરમાં, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે (AIMPLB) વકફ એક્ટમાં (Waqf Act) કરવામાં આવેલા સુધારાના વિરોધમાં બુધવારે રાત્રે 9 વાગ્યાથી 15 મિનિટ માટે લોકોને તેમના ઘરો, ઓફિસો અને વાણિજ્યિક સ્થળોની લાઈટો બંધ રાખવાનું આહ્વાન કર્યું હતું. મુસ્લિમ પર્સનલ લો બોર્ડના (AIMPLB) પ્રવક્તા એસક્યુઆર ઈલ્યાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડે 30 એપ્રિલે રાત્રે 9 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી “રોશની બંધ” (રોશની બંધ) કાર્યક્રમનું આહ્વાન કર્યું હતુ. ઈલ્યાસના કહેવા મુજબ લાઇટ બંધ રાખવાનો આ કાર્યક્રમ દેખાવમાં પ્રતીકાત્મક છે પરંતુ તે સમગ્ર અભિયાનને મજબૂત બનાવવાનું કામ કરશે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *